Hymn No. 283 | Date: 04-Dec-1985
|
|
Text Size |
 |
 |
આ બાળ તારો માડી, અવગુણે ગોથાં, બહુ બહુ ખાય વિવેક વચનો ભૂલીને તારા, જગમાં બહુ દુઃખી દુઃખી થાય લોભ લાલચે લપટાઈને, તારી માયામાં બહુ અથડાય કૃપાથી વંચિત જો રાખશે તું, કહે જગમાં ક્યાં જાય મૂળે મનડું છે એનું કાચું, અહીં તહીં ભાગી બહુ જાય કામ ક્રોધ વિંટળાયા છે બહુ, એ તો પછડાટ બહુ ખાય આળસે જકડયું છે હૈયું એનું શું કરવું હવે એ ના સમજાય કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય મોહથી ભરેલું છે હૈયું એનું, સાચી વાત એને ના સમજાય અહંકારમાં રહે બહુ ડૂબ્યો, મદથી છે એનું હૈયું છલકાય વિચલિત અવસ્થામાં છે એ તો, ક્યાંય સાચો માર્ગ ના દેખાય કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય લાલસા ભરી છે હૈયે ઘણી, રહે છે ડૂબ્યું એ એમાં સદાય આનંદ શોધવા ફરતું બધે, એ તો સદા નિરાશ થાય અવગુણો વર્ણવું કેટલાં માડી, છે એ તો ગણ્યા ના ગણાય કૃપાથી વંચિત રાખશે જો તું, કહે જગમાં એ ક્યાં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|