હૈયાં તને કેમ રાખવું દૂર ધડકનથી, ધડકન વિનાનું જીવન, જીવન ના કહેવાય
પલક થોભાવી દે જરા મસ્તી, કરવા દર્શન પ્રભુના આંખ ખુલ્લી રાખવા
ભૂલી જાજે તું મસ્તી તારી રે સાગર, ચડી મોજા ઉપર પહોંચવા તો પ્રભુને
પવન રહ્યો છે જગમાં તું વહેતો ને વહેતો, લાવ્યો છે શું સંદેશો પ્રભુનો
ચાંદ સૂરજ તો છે આંખો પ્રભુની જગમાં, હોય નીરખ્યા પ્રભુને દેજો યાદ મારી એને
ચમકતા આકાશે તારલિયાએ પાડી વિવિધ ભાતો, અપાવે યાદ પ્રભુની વિવિધતામાં
ધરતી મને હળવો બનવા દેજો, લઈ પ્રભુનું નામ, ના બનુ બોજો ઉપર તારા
વન વનના રે પંખીઓ, છોડજો અનોખી સુરાવલિઓ, લાગે પ્યારું દર્શન પ્રભુનું
શ્વાસેશ્વાસે રહેજો ના ખાલી, બનાવવું હૈયાંને આજ તો પ્રભુનું ધામ
મનડાં જાજે ના તું ભાગી દેજે સાથ હૈયાંને, થઈ છે વેળા પ્રભુના આવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)