વધારી વધારી અહંને તો હૈયાંમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
બાંધી બાંધી વેર તો જીવનમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
જગાવી જગાવી ઇર્ષ્યા તો મનમાં, જીવનમાં મેળવ્યુ તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
લઈ લઈ આશરો અસત્યનો જગમાં, જીવનમાં મેળવ્યુ તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
ગાઈ ગાઈ ગાણા દુઃખોના જીવનમાં, જીવનમાં મેળવ્યુ તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
કરી કરી અપમાનો અનેકના જીવનમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
ડૂબી ડૂબી નિરાશાઓમાં હૈયાંમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછુ, ગુમાવ્યું ઝાઝું
ખોઈ ખોઈ ધીરજ તો જીવનમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
બાંધી બાંધી મહેલો કલ્પનાઓના મનમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
જગાવી જગાવી ક્રોધને તો હૈયાંમાં, જીવનમાં મેળવ્યું તેં ઓછું, ગુમાવ્યું ઝાઝું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)