કર્યું કાંઈ નથી, ગયો ક્યાંય નથી, જીવનમાં તોયે થાકી ગયો
કરી બેઠાં બેઠાં ખૂબ ચિંતાઓ, ચિંતાનો પ્રભાવ શરૂ થઈ ગયો
ના ભાવે ખાવું, ના ભાવે પીવું, ચિંતાના સકંજામા આવી ગયો
લૂંટાઈ નિંદ્રા અશક્તિ વધી, પંજો ચિંતાનો જ્યાં ફરી વળ્યો
દેખાતા રહ્યાં ડરના પડછાયા, ઝરો હિંમતનો સૂકો બન્યો
આંખો તો એમાં ઊંડી ઊતરી, જીવનનો રસકસ લૂંટાઈ ગયો
અજંપાની ઊઠબેસ હૈયાંમાં ચાલી, દિશાઓ વિચારની ઘેરી બની
પડયો પ્રભાવ જીવનના કામો ઉપર, બૂમો થાકની એમાં પડી
અજ્ઞાત ડરની વાદળી આવી ધરા, મોજ જીવન ગઈ એ લૂંટી
નજર ચારે દિશાઓમાં ફરી, આધાર જીવનમાં રહી એ ગોતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)