જાવાનું છે ક્યાં કોઈ જાણે નહીં, કરવાનું છે શું એ સમજે નહીં
કરે પૂરી આવી રીતે જીવનયાત્રા, માનવ વિના આવું કોઈ કાંઈ કરે નહીં
કાપી અન્યનું ગળું કરે કોશિશો હરિયાળી રાખવા પોતાની વાડી
બની માનવ, માનવ જેમ વર્તે નહીં, માનવ વિના આવું તો કોઈ કરે નહીં
કરે કોશિશો અન્યને નીચા પાડવા, કારણ એને મળે કે મળે નહીં
અન્યની ભૂલો પર ચડી બેસે, પોતાની ભૂલો ગણે નહીં, માનવ વિના આવું કોઈ કરે નહીં
આવડતના તો જીવનમાં હોય સાંસા, અન્યના કામમાં માથું માર્યા વિના રહે નહીં
અન્યને તુચ્છ ગણ્યા વિના રહે નહીં, માનવ વિના બીજું આવું કોઈ કરે નહીં
માંસાહારી પ્રાણી શાક ખાય નહીં, શાકાહારી પ્રાણી માંસ કદી ખાય નહીં
હોય પાસે ભલે બધું, માનવ ખાય બધું, માનવ વિના બીજું આવું કોઈ કરે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)