રચેલી તમારી ખોટી માનવતાની વાડો, તમેને તમે આજ એને તો કાપો
નથી ખબર છે મંઝિલ તો કેટલે દૂર, તમેને તમે આજથી મંઝિલને તો કાપો
બનવું ને બનવું છે સ્થિરતાના પૂજારી, હૈયાંમાં તો સ્થિરતાને તો સ્થાપો
વગર વાંકે પોષવા અહં તમારો, અન્યને તો શિક્ષા તો ના આપો
જીવનમાં સર્વ કાંઈ ને સર્વ કોઈને, યોગ્યતાના માપે તો માપો
જીવન તો છે લાંબી સફર, પડશે જરૂર એમાં કોઈને કોઈ ટેકો આપો
જીવવું છે જીવન જ્યાં, કરવા પડશે સહન, જીવનના કંઈક પરિતાપો
રાખવું છે વિશુદ્ધ જીવન તો જગમાં, કરવા પડશે દૂર જીવનમાંથી પાપો
હોય કષ્ટમય કે આસાન, ધીરે ધીરે જીવનમાં જીવનનો મારગ તો કાપો
ના દીન બનો, ના મજબૂર રહો, હર સંગ્રામ કાજે જીવનમાં તૈયાર રહો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)