પ્રવેશતા આ ધરતી પર, તારા જીવનસંગ્રામની નોબત વાગશે
એક એક ડગલું ઊઠીને ઉપર, આકાશને જીવનમાં તું માપી લેજે
ધીરે ધીરે, ઊતરી અંતરના ઊંડાણમાં, અમાપ શાંતિ પામી લેજે
મળ્યું છે જીવનમાં તને જે જે, ઉપયોગ પૂરો એનો તો કરી લેજે
સાથને સાથીદારો છે જીવનમાં, નિશાળ તારી, એમાંથી તો શિખી લેજે
એક એક પળ જીવનની છે કિંમતી, નકામી ના એને જવા તો દેજે
સુખદુઃખ છે ભરતી ઓટ સંસાર સાગરના જીવનમાં, આ સમજી લેજે
આવ્યો છે જ્યાં આ જગમાં તું, આવ્યાનું સાર્થક તારું તો કરી લેજે
જીવન જીવવાનું છે તારે, આડોઅવળો જીવનમાં તો ના ખેંચાઈ જાજે
હરેક ચીજનું તો છે સ્થાન જીવનમાં, મહત્ત્વ એનું તો તું સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)