હાર બની ગઈ જ્યાં એ હકીકત, હારને લેવી જીવનમાં શું સ્વીકારી
માંડવી છે બાજી જીવનની જ્યાં જીવનમાં, ચૂક્યાં ત્યાંથી ભૂલો પડશે સૂધારવી
હતાશાને પડશે હૈયેથી હટાવવી, મક્કમતાથી પડશે કરવી એની તૈયારી
હર હારને જીતમાં પલટાવવા જીવનમાં, પરિશ્રમને પુરુષાર્થની પડશે સીડી ચડવી
સંપને સમજણની ધારને પડશે જીવનમાં તો સતેજ કરવી
હરેક મુદ્દાને તો જીવનમાં, ચારે બાજુઓથી ઝીણવટથી પડશે ચકાસવી
ઉમંગ ને ઉલ્લાસ ભરી હૈયે, પડશે જીવનમાં જીત ભણી દોટ માંડવી
હરેક ચીજની તો જીવનમાં, પડશે યોગ્ય ખબર એની તો રાખવી
હાર મળે કે જીત મળે જગમાં, પડશે જીવનની સફર તો કાપવી
હકીકતને હકીકત તરીકે સ્વીકારવા જગમાં શરમ તો શાને રાખવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)