સમજ નથી તને છે પાસે શું તારી, ફોગટ જવાની એમાં જિંદગાની
છે અમૂલ્ય દોલત માનવ તનની, કરી ના કિંમત તેં તો એની
નથી કાંઈ તું કંગાળ માનવી, છે પાસે દોલત તારા સુવિચારોની
આંકી નથી કિંમત સાચી તારા જીવનની, ફોગટ જવાની જિંદગાની
ભર્યા પગલાં જીવનમાં એવા, રચાતી ગઈ એમાં દુઃખભરી કહાની
ના મળી ખુશી સુખમાં કામિયાબીની, પહોંચ્યો મંદિરીયે બૂમો પાડી
જગના વ્યવહારમાં ગૂંચવાઈ, તૂટી ગઈ કમર એમાં તો તારી
કરી કોશિશો બોલી શકયો ના કદી, ફોગટ જવાની એમાં જિંદગાની
દુઃખદર્દમાં પાડયા આંસુઓ ઘણા, હાલત ના તોયે સુધારી
મળતા રાહત થોડી કર્યું એનું એ ફરી, વાંકી ને વાંકી, પૂંછડી રહી વાંકી
મમત્ત્વને દીધું મહત્ત્વ જિંદગીમાં, લાતો જીવનમાં એમાં તો ખાધી
ના ભાવથી ભજ્યા પ્રભુને જીવનમાં, ફોગટ ગઈ એમાં જિંદગાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)