લઈ શકીએ પ્રેમથી તો નામ તમારું, હવે એવું કરો તો સારું
રહી શકે ચિત્ત સદા, ધ્યાનમાં તમારા, હવે એવું કરો તો સારું
ધડકને ધડકન બોલે નામ તો તમારું, હવે એવું કરો તો સારું
ફરે ચિત્ત બધે, રાખે મધ્યમાં તમને, હવે એવું કરો તો સારું
દર્દે દિલ બને તમારું દેજો દર્દ એવું ન્યારું, હવે એવું કરો તો સારું
દિલમાં જાગે દર્દ અનેરું, બને ધામ એ તમારું, હવે એવું કરો તો સારું
નથી શાંતિ દિલમાં અમારા, ફરે શાંતિભર્યો હાથ તામારો, હવે એવું કરો તો સારું
દુઃખના તાપમાં, મુરઝાઈ જાય ના દિલ અમારું, હવે એવું કરો તો સારું
સાવજ બનીને છે જીવવું, ભળે હાકમાં હાક તમારી, હવે એવું કરો તો સારું
યાદી બની છે લાંબી, એ યાદ રહે તમને, હવે એવું કરો તો સારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)