મળ્યું જીવનમાં તો એટલું, જેટલું જેનું તો નસીબ
રહ્યું હાથમાં તો એટલું, જેટલું જેનું તો નસીબ
બેસી રહ્યાં પલ્લું નસીબનું, સુધારી ના શક્યા એનું નસીબ
વિશ્વાસ વિના પુરુષાર્થ ના ફળ્યો, ફેરવી ના શક્યો નસીબ
ઝૂકી ગયો જ્યાં કર્મો આગળ, પાંગળું રહ્યું એનું નસીબ
રાહ જોતો રહ્યો જે નસીબની, રાહ જોઈ રહ્યું એનું નસીબ
દુઃખદર્દમાં દબાઈ ગયું જેનું નસીબ, ખીલ્યું ના એનું નસીબ
રોતો રહ્યો જીવનભર જીવનમાં, લૂંછશે આંસું ક્યાંથી નસીબ
હસતોને હસતો રહે સદા જીવનમાં, રડાવી ના શકે એને નસીબ
દીધું જીવનમાં એને તો એટલું, હતું જેનું તો જેટલું નસીબ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)