કર્યો ના હૈયાંનો ખૂણેખૂણો ખાલી, સમાવી શકીશ હૈયાંમાં પ્રભુને ક્યાંથી
રાખી ભરી ભરી ઇચ્છાઓ હૈયાંમાં, થાતો રહ્યો એમાને એમાં જીવનમાં દુઃખી
કરતો રહ્યો ચાહના મુક્તિની તો હૈયેથી, રાખ્યું હૈયાંને અનેક ચીજોથી બાંધી
કરી માનવતાની વાતો જીવનમાં તો મોટી, રહ્યો તોયે હિંસામાં તો રાચી
આદતોનો રહી રહીને તો ગુલામ જીવનમાં, મુક્તિની તો ગુલબંગ ખૂબ ફૂંકી
આશાઓને આશાઓ ભરી છે હૈયાંમાં મારા, તારા વિનાની આશા લાવું ક્યાંથી
લેવું છે નામ પ્રભુનું તો પ્રેમથી જીવનમાં, સમજ્યા છો પ્રેમસ્વરૂપ પ્રભુ તમે ત્યારથી
ખાધા જીવનમાં કંઈક આંચક રહ્યું તોયે હૈયું ધબકતું, એ તો પ્રભુ કૃપાથી
સાથીદારોના સાથ મળ્યા, મળ્યું જીવનમાં તો જે કાંઈ, પ્રભુ તારા એ પ્યારથી
લોભલાલચે તો લીધો કબજો જ્યાં હૈયાંનો, સમાય પ્રભુ એમાં તો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)