પાપ-પુણ્યનું ભાથું સાથે લઈ, સૌ કોઈ આવે છે
સમય પાકતાં એનાં ફળ જગમાં, સૌ કોઈ પામે છે
હસતાં-હસતાં ભોગવી લેતાં, ભાર ઓછો લાગે છે
પ્રેમથી એને સ્વીકારી લેતાં, હૈયે હળવાશ જાગે છે
પુણ્ય કોનું ક્યારે પાકશે, એ નવ કોઈ જાણે રે
પ્રભુભજનમાં મનડું ચોંટે, પાપ એ તો કાપે છે
પાપ-પુણ્યમાં મનડું ના જોડ, એ તો તને બાંધે છે
મુક્ત થાશે એ તો, જે એને મનમાંથી કાઢે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)