ખીલ્યા છે આજ ગગનમાં ખૂબ તારા, અપાવી જાય યાદો અનેક આંખોના તમારા
ઢાંકી જશે કંઈક વાદળીઓ એને, રહેશે ચમકતા ગગનમાં તો, તોયે તારા
રહી રહી દૂર જગથી, દઈ રહ્યા છે જગને એ તો એવા ઇશારા
ચમકવું હશે જીવનમાં જેણે, ભૂલી વાદળીઓને, પડશે ચમકવું ખુદમાં
ઢાંકી ગયા કદી એને વાદળીના ધસારા, કદી એને તો વીજળીઓના ચમકારા
ઘેરાયા કે ના ઘેરાયા, રહ્યાં ચમકતા, રહ્યાં ચમકતા એ તો એકધારા
ફર્યા ફર્યા, ખૂબ ફર્યા, સૂર્યની આસપાસ, લઈને ખુદનું વાતાવરણ ફરતા રહ્યાં
ગતિ ના ચૂક્યા, ગતિ ગતિમાં તો રહ્યાં, ના બીજાને તો એ નડતા ફર્યા
નિયમને નિયમથી રહ્યા, નિયમો સ્વીકાર્યા, શાશ્વતતાની મૂર્તિ સમ ચમકી રહ્યાં
એક નહીં અનેકોને સંગે રહ્યાં, એકબીજાને દૂરથી નીરખી રહ્યાં ના સ્થાન ત્યજવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)