ક્ષણે ક્ષણે મરણની રાહ પર રહ્યો ચાલતો, જીવન એને કહી રહ્યો
જાણ્યું ના મરણને જગમાં કદી, જીવનને જગમાં તો ના જાણી શક્યો
અનુભવી કંઈક પીડાઓ જીવનમાં કદી, મરણની પીડા અનુભવી રહ્યો
હતું હાસ્ય તો રૂદનથી ભરેલું, ના એકનું એને તો કહી શક્યો
હતું સુખદુઃખથી તો ભરેલું, જીવનને બંનેથી દૂર ના રાખી શક્યો
હતું ઇંતેજારીથી જીવન ભરેલું, ડૂબી નિરાશામાં મરણની તરફ પહોંચતો ગયો
મળતીને મળતી રહી જીવનને જ્યાં તાજગી જીવનમાં, ત્યાં તો એ પહોંચી ગયો
નિરાશાને નિરાશાના જામ રહ્યાં હતા જ્યાં મળતા, મરણના જામ એમાં પીતો ગયો
નજર ઊઠાવી નજર ના મેળવી શક્યો, નજરથી ગમમાં તો જ્યાં ડૂબી ગયો
હટાવી ના શક્યો ગમને જ્યાં હૈયેથી, રાઝ જીવનનો ના ત્યાં પામી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)