છીએ અમે જેવા, એવા અમે બન્યા છીએ, કિસ્મતના માર્યા, અમે એવા રહ્યાં છીએ
દિલ પર હાથ રાખી કહી શકશો તમે રે પ્રભુ, કે અમે તમારા તો કાંઈ નથી
રાહ ભૂલેલા છીએ અમે રાહી, મથ્યા જીવનભર, રાહ તમારી તો પામ્યા નથી
અહંને અહંમાં રાચી રહ્યાં જીવનભર, જીવનમાં અહં અમે તો ત્યજી શક્યા નથી
અંધારે અટવાતા રહ્યાં જીવનભર, પ્રકાશ તમારો, હૈયે હજી અમે પામ્યા નથી
જીવન જીવી રહ્યાં છીએ જાણે પ્રાણ નથી, બદલી એમા તો કાંઈ આવી નથી
લપસણી ધરા ભાળી જીવનમાં તો જ્યાં, લપસ્યા વિના અમે એમાં રહ્યાં નથી
મળ્યા વિના, છે અંતર કેટલું, કાપ્યું જીવનમાં કેટલું, નક્કી એ કરી શક્યા નથી
પ્રેમથી લેતા રહ્યાં છો સતત સંભાળ જગમાં અમારી, એવા ઉપકારી તમને અમે જોયા નથી
ફેરવશું જે જે દિશામાં મુખ અમે અમારું, મુખ તમે જોયા વિના રહેવાના નથી
વિંનંતિ ગણો તો વિંનંતિ, છે યકીન અમને, છીએ જેવા, અપનાવ્યા વિના રેહવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)