જગમાં કહાનીની તંગી તો પડવાની નથી, મળતી ને મળતી રહેશે કહાની
હરેક મુખ પર તો લખાયેલી છે જ્યાં હરેકની તો એક અનોખી કહાની
વૃત્તિઓ ને વૃત્તિઓમાં છે વિવિધતા ભરેલી, છુપાયેલી છે એમાં એની કહાની
સંજોગો ને સંજોગો રહે છે બદલાતા જગમાં, કહી જાય છે જગમાં એ એની કહાની
ભાવો ને ભાવો રચે જગમાં એની લીલા, સરજી જાય જગમાં એની એ કહાની
કુદરત રહી સદા, રૂપ અને રંગ સદા બદલતી, ભરી ભરી છે એમાં એની કહાની
રસ્તેરસ્તા રહ્યાં ફંટાતા ને બદલાતા, હરેક રસ્તાની છે એની એક કહાની
સંબંધો ને સંબંધો રહ્યાં બંધાતા ને તૂટતા, હરેક સંબંધોની છે એની કહાની
વિચારો ને વિચારો રહ્યાં છે બદલાતા, હરેક કહી જાય છે તો એની તો કહાની
કહાનીઓ ને કહાનીઓ જોડાતા, જગમાં રચાઈ જાય છે ત્યાં એક નવી કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)