ક્યારેક તો નજરમાં આવી જશે તો તું
હૈયાંમાં આશ ધરી બેઠો છું એ તો હું
આવીશ નજરમા જ્યાં તું, કરીશ દર્શન તારા હું
છુપો અને છુપો રહી શકીશ મારાથી ક્યાં સુધી તું
છુપાવું ભૂલીશ ના તું, શોધીશ તને તો હું
અટકશે ના આ છુપાછૂપી થાકશે કાં તું કાં હું
છોડી ના રમત તારી પુરાણી, આવતો રહ્યો હું
ક્યારેક તો નજરમાં આવી જશે તો તું
સ્થાન બદલી કરે ના તું, નાંખે આડખીલી તું
છુપાતોને છુપાતો રહેજે, શોધી કાઢીશ તને હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)