Hymn No. 7848 | Date: 03-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-03
1999-02-03
1999-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17835
ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે
ના આજની તો આજ રહેશે, ના કાલની કાલ રહેશે સમય એની તો સંગે રમતોને રમતો તો વહેતો જાશે ના નજર એ કોઈ ઉપર ફેકશે, સહુ એને વહેતોને વહેતો જોશે નિર્લેપતાની છે એ મૂર્તિ, નિર્લેપતાનો સંદેશો તો દેતો જાશે કંઈક આવ્યા ને કંઈક ગયા, ગણતરી ના એની એ રાખશે સર્વ કાંઈ એની અંદર બનશે, ના કોઈથી પકડયો પકડાશે અટકશે ના એની મસ્તી, એની મસ્તીમાં મસ્ત વહેતો જાશે ના ભેદ રાખ્યા એણે કોઈના, સહુને એમાં સમાવતો જાશે ના વેર કે પ્રેમ છે કોઈથી, કાર્ય એનું તો એ કરતો રહેશે રાખે ગણતરી સહુએ એની, ના કોઈની ગણતરી એ તો રાખશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na ajani to aaj raheshe, na kalani kaal raheshe
samay eni to sange ramatone ramato to vaheto jaashe
na najar e koi upar phekashe, sahu ene vahetone vaheto joshe
nirlepatani che e murti, nirlepatano sandesho to deto jaashe
kaik aavya ne kaik gaya, ganatari na eni e rakhashe
sarva kai eni andara banashe, na koi thi pakadayo pakadashe
atakashe na eni masti, eni mastimam masta vaheto jaashe
na bhed rakhya ene koina, sahune ema samavato jaashe
na ver ke prem che koithi, karya enu to e karto raheshe
rakhe ganatari sahue eni, na koini ganatari e to rakhashe
|
|