Hymn No. 7851 | Date: 04-Feb-1999
|
|
Text Size |
 |
 |
મેળવી લેજે, જાણી લેજે રે, જાવું છે તારે જ્યાં, એની રે જાણકારી
Medvi Leje, Jani Leje Re , Javu Che Tare Jya, Aeni Re Jankari
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
મેળવી લેજે, જાણી લેજે રે, જાવું છે તારે જ્યાં, એની રે જાણકારી વૈકુંઠ ધામ તો, વૈકુંઠ ધામ તો, જોઈ રહ્યું છે રે વાટ તારી હશે રે ત્યાં તો, હશે રે ત્યાં તો, અનેક નરને નારી હશે સહુ નીજ મસ્તીમાં મસ્ત, પ્રભુ નામમાં મસ્ત નરને નારી હશે ના ત્યાં કોઈ નવરું, જાણવાને કે સાંભળવાને વાત તારી હશે ચહેરા સહુના ચમકતા, હશે ચિંતાથી મુક્ત સહુ નરને નારી હશે ના આકર્ષણ કોઈને કોઈનું, હશે આકર્ષણ પ્રભુજીનું સહુ હશે સહુમાં મસ્ત, ના જોશે કોણ છે નર કોણ છે નારી રમતા હશે સહુની સાથે રાસ, વૈકુંઠના નાથ તો પ્રેમ વરસાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|