તું ક્યાંયનો ના રહીશ, તું ક્યાંયનો ના રહીશ
મેળવીશ ના જીવનમાં જો તું જીવનની તો પૂરી જાણકારી
ઓળખીશ ના જીવનમાં જો તું તારા મનને તો પૂરું ને પૂરું
ઇચ્છાઓને રાખીશ ના કાબૂમાં, જાશે ખેંચાતો ઇચ્છાઓમાં
જગાવીશ ના વિશ્વાસની જ્યોત હૈયાંમાં, જગાવીશ શંકાઓ હૈયાંમાં
દેખાડીશ પુરુષાર્થમાં પામરતા, રહેશે આદર્યા ત્યાં અધૂરા
રાખીશ નિર્ણયમાં અનિશ્ચિતતા, કરી શકીશ ના કાર્યો પૂરા
સમયના વહેણ જીવનમાં ના અટક્યા સમય સાથે ના ચાલી શક્યા
સંબંધો ના વિકસાવી, સંબંધો ને સંબંધીઓ રહ્યાં તૂટતા
અન્યને સમજવા રાખીશ જીવનમાં, બંધ મનના તો બારણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)