Hymn No. 7862 | Date: 12-Feb-1999
|
|
Text Size |
 |
 |
1999-02-12
1999-02-12
1999-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17849
હિત છે અમારું શેમાં, શું અમે એ તો જાણતા નથી
હિત છે અમારું શેમાં, શું અમે એ તો જાણતા નથી શું અમે એ જાણતા નથી, શું અમે એ જાણતા નથી અચકાયા કંઈક આચરતા અમે, શું તમે એ જાણતા નથી કંઈક મજબૂરીની દીવાલો, જીવનમાં ના અમે તોડી શક્યા કંઈક રંગોથી રંગાયેલાં છે જીવન અમારા ના અમે ભૂંસી શક્યા કારણ વિનાના કારણોમાં રહ્યા ગૂંચવાતા અમે, ના બહાર નીકળ્યા પ્રીત વિનાની પ્રીત કરી અમે, પ્રીત અમે નિભાવી ના શક્યા હૈયાંની ધડકને ધડકને ધડકે હૈયું અમારું, કાબૂમાં ના રાખી શક્યા રસ્તા લીધા વિલાસના જીવનમાં સંયમ અમે તો ચૂક્યા ખુદે ખોલ્યા દ્વાર દુઃખોના જીવનમાં, દુઃખીને દુઃખી થયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hita che amarum shemam, shu ame e to janata nathi
shu ame e janata nathi, shu ame e janata nathi
achakaya kaik acharata ame, shu tame e janata nathi
kaik majaburini divalo, jivanamam na ame todi shakya
kaik rangothi rangayelam che jivan amara na ame bhunsi shakya
karana veena na karanomam rahya gunchavata ame, na bahaar nikalya
preet vinani preet kari ame, preet ame nibhaavi na shakya
haiyanni dhadakane dhadakane dhadake haiyu amarum, kabu maa na rakhi shakya
rasta lidha vilasana jivanamam sanyam ame to chukya
khude kholya dwaar duhkhona jivanamam, duhkhine dukhi thaay
|
|