જીગર અમારું છે પાસે તમારી, તમારી પાસે એને રહેવા દેજો
થઇ હોય જો ભૂલ અમારી, હૈયાંમાંથી ના એને તો હડસેલી દેજો
હૈયાંના ખૂણેખૂણામાં છે ભરેલી તો યાદો તમારી, ખાલી એના વિના રહેવા ના દેજો
નજરમાં ગયા છો વસી એવા તમે, નજર તમારી ત્યાંથી ખસેડી ના દેજો
કરી છે પ્રીત તમારી સંગે, હૈયું અમારું તમારી પ્રીતથી ભરપૂર રહેવા દેજો
જલાવ્યો છે દીપક પ્રીતનો તો હૈયે, ના એને જીવનમાં બુઝાવા દેજો
તમારા વિના જોઈએ ના ભાન બીજું, તમારા ભાનમાં તો રહેવા દેજો
તમારું દર્દ તો છે એ દર્દ તો અમારું, પ્રેમથી અમને તો એ ઝીલવા દેજો
નથી અમારું કાંઈ તમારાથી જુદું, તમારા દર્દને અમારું દર્દ બનાવી દેજો
જીગર તો છે ભલે અમારું, તમારા જીગરથી જુદું, ના એને ગણી લેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)