કાઢી નાંખી જીવનમાંથી કંઈક એકડા, થઈ ના કોરી પાટી જીવનની તારી
જીવનમાં તેં આ શું કર્યું, જીવનમાં તો તેં આ શું કર્યું
જેના આધારે જીવન તારું ઘડયું, કાઢી નાંખ્યો વિશ્વાસનો એકડો જીવનમાંથી
સમજણના આધારે જીવન રચ્યું, કાઢી નાંખી સમજણનો એકડો જીવનમાંથી
પુરુષાર્થની પકડી આંગળી, કર્યા કંઈક શિખરો સર જીવનમાં, એકડો એનો કાઢી
માયા મમતા એકમાં બાંધી, કાઢી નાંખો એકડો ઉદારતાનો જીવનમાંથી
ગણી પ્રેમને વેવલાશ જીવનમાં, કાઢી નાંખી એકડો એનો જીવનમાંથી
કૂડકપટના બનીને સંગી જીવનમાં, કાઢી નાંખી સરળતાનો એકડો જીવનમાંથી
કેળવી અલગતા જીવનમાં, કાઢી નાંખી સહકારનો એકડો જીવનમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)