જુવો વિધિચક્રની તો છે આ કેવી વિચિત્રતા
ગયો શોધવા એ એકને, ખુદને તો આજ ખુદમાં શોધવો પડે છે
થઈ ના સફર જાણીતા પ્રદેશની, અજાણ્યા પ્રદેશની સફર ખેડવી પડે છે
આંખ સામેના જગને વીસરી, આંખ વિના નવા જગને નિહાળવા જવું પડે છે
પગ છોડીને પડે છે જાવું, વિના પગે મુસાફરી એ તો કરવી પડે છે
હૈયું છોડી જાવું પડે છે આ જગને, હૈયાં વિના સ્પંદનો ઝીલવા પડે છે
છોડયું તન તો જગમાં જ્યાં, કયા તનનો ત્યાં ઓશિયાળો એ બને છે
તનમાં રહી બન્યો તનનો પાંગળો, નવા તનની ઝંખના શું એ કરે છે
ઊઠે છે પ્રશ્ર્નો અનેક તો હૈયાંમાં, શું બધા પ્રશ્નોના ઉત્તરો કાંઈ મળે છે
ત્યજી ત્યજી અનેક તનો આ સંસારમાં, નવા તનને શું એ ઝંખી રહે છે
જોયું નથી જગમાં જ્યાં પૂરું, નવા જગને તો કેમ એ ઝંખી રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)