જગમાં સહુએ તો મ્હોં ફેરવી લીધું, જીવનમાં જ્યાં કિસ્મતે મ્હોં ફેરવી લીધું
તૂટતા ગયા જીવનમાં સહારાઓ, જીવન શ્વાસના સહારાયે તો ત્યાં ટક્યું
પરિશ્રમના સહારાની દીધી લાકડી પ્રભુએ, એના સહારે તો ચાલવું પડયું
પુરુષાર્થની અપનાવી જ્યાં કેડી તો જીવનમાં, ભાગ્યે દ્વાર ત્યાં એનું ખોલ્યું
જીવન તો જ્યાં ભાગ્યના ચગડોળે ચડયું, જગમાં સહુ મ્હોં તો ફેરવતું રહ્યું
મીઠા ભોજનમાં ભાગ પડાવવા સહુ આવ્યું, પાયો ભાગ્યે કડવો ઘૂંટડો, કોઈ ના આવ્યું
વિશ્વાસની જ્યોત જલતી રાખવી એમાં તો હૈયાંમાં, ખૂબ એ તો મુશ્કેલ બન્યું
રાતદિવસના પુરુષાર્થના પરિશ્રમ પછી પણ, ફળનું દર્શન તો ના મળ્યું
દુર્ભાગ્ય જીવનમાં જ્યાં રણશિગું ફૂંકતું રહ્યું, સાંભળી સહુ આઘું ખસતું રહ્યું
કિસ્મતના સહારા વિના તો જગમાં, જીવન જીવન જેવું તો ના રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)