Hymn No. 299 | Date: 26-Dec-1985
|
|
Text Size |
 |
 |
તારી અદીઠ પીંછીએ માડી, પૂર્યા છે રંગો અપાર માનવ તારી નકલ કરે, તોયે બરોબરી નવ થાય ઘાટ ઘડયા ફૂલોના અનેક, ભરી સુગંધ તેમાં અપાર માનવ તેની નકલ કરે, તોયે બરોબરી નવ થાય ફળો વિવિધ સર્જ્યાં, સ્વાદ ભર્યા તેમાં અપાર માનવ તેની નકલ કરે, તોયે બરોબરી નવ થાય એક જ માટીમાંથી ઘાટ ઘડયા, સર્જ્યાં જીવો અપાર માનવ તેની નકલ કરે, તોયે બરોબરી નવ થાય વિશાળ સાગરમાં ભરતી ઓટ સર્જ્યા, અગ્નિ ના દેખાય માનવ તેની નકલ કરે, તોયે બરોબરી નવ થાય માટીમાંથી પહાડો સર્જ્યાં, વિવિધતાનો નહીં પાર માનવ તેની નકલ કરે, તોયે બરોબરી નવ થાય સૂરજ કેરો ગોળો સર્જ્યો, જેના તેજ તણો નહીં પાર માનવ તેની નકલ કરે તોયે, બરોબરી નવ થાય માનવ કેરા ઘાટ ઘડયા અનેક, રંગ રૂપનો નહીં પાર માનવ તેની નકલ કરે તોયે, બરોબરી નવ થાય માનવ કર્યો અદ્ભુત એવો, ભરી વૃત્તિઓ અપાર તારી પીંછી આ સર્જતી રહે, તોયે તું ક્યાંય ન દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|