જતાં પાડયા આંસુઓ જેના કાજે, આવતા યાદ એની, આંસુઓ પડાવી ગયા
હતા જ્યારે, કર્યા યાદ એને જેટલા, જતા યાદ વધારે એની એ અપાવી ગયા
જતાં હૈયાંના સ્મૃતિ પર ઉપર, એની અનેક યાદોના ચિત્ર અંકિત કરાવી ગયા
હરેક આંસુઓમાં હતી ભરેલી યાદ એની, હરેક યાદ એની, આંસુઓ પડાવી ગયા
હતા ના યાદોના તાંતણા એક સરખા, જુદા જુદા ચિત્રો ઊભા એ કરી ગયા
યાદોની સ્મૃતિએ, સ્મૃતિએ હૈયાંને તો એ, ગદ ગદ એમાં તો બની ગયા
આવતી રહી જ્યાં સતત યાદ એની, હૈયાંની ધરતીને તો એ ભીની કરતા ગયા
આંસુઓ તો બનતા ગયા મોતી, હરેક મોતી દર્શન એમાં એનું કરાવતા ગયા
આંસુ ને યાદો સંકળાયા જ્યાં એકબીજા સાથે, હરીફાઈ એ, એકબીજાની કરતા ગયા
આંસુ ને યાદ સંકળાયા તો એટલા, જીવનમાં એકબીજાના પૂરક તો એ બની ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)