આવ્યો છે જગમાં જ્યાં તું, હિંમતથી તકદીર અજમાવી લે
હડસેલીને હતાશા હૈયેથી, તારો દાવ જીવનમાં તું લાગવી દે
દેશે ના તકદીર દગો તને, ભરોસો પ્રભુનો હૈયાંમાં ભરી લે
નજર સામે નથી તસવીર તકદીરની, તસવીર એની રચી લે
વહાવી વહાવી આંસુઓ, ના આંસુથી તસવીરને ખરડાવી દે
પ્રબળ પુરુષાર્થની હથોડી લઈ હાથમાં, તકદીર તારું તું ઘડી લે
હારને જીતમાં ફેરવી જીવનમાં, જીતને જીવનમાં ગાંઠે બાંધી લે
છે વ્યવહાર તકદીરના અટપટા, ના હૈયાંને એમાં મૂંઝવી દે
રોકી ના શકશે તકદીર રસ્તા તારા, કામના જામ હૈયાંમાં પી લે
વાંચ્યા અનેકોના ઇતિહાસ, ઇતિહાસ તારો તો તું રચી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)