Hymn No. 300 | Date: 26-Dec-1985
|
|
Text Size |
 |
 |
માનવ દેહ આપ્યો છે માએ, તું એને ભજી લે, તું એને ભજી લે
Manav Deh Apyo Che Maa Eh, Tu Ene Bhaji Le, Tu Ene Bhaji Le
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
માનવ દેહ આપ્યો છે માએ, તું એને ભજી લે, તું એને ભજી લે છોડીને જંજાળ બધી તું, ધ્યાન એનું ધરી લે, તું ધ્યાન એનું ધરી લે કૂડકપટ છોડી બધા તું, શરણું એનું ગ્રહી લે, તું શરણું એનું ગ્રહી લે ખોટા વિચારો કાઢીને, વિચારો એના તું ભરી લે, તું વિચારો એના ભરી લે હદબાર વિનાના છે ઉપકાર એના, તું યાદ એ કરી લે, તું યાદ એ કરી લે શ્વાસોમાં નામ એનું ભરીને, સ્મરણ એનું તું કરી લે, તું સ્મરણ એનું કરી લે દીધું બધું છે સર્વે એનું, અર્પણ એને તું કરી દે, તું અર્પણ એને કરી દે મૂર્તિ છે મનોહર એની, હૈયામાં એને સમાવી દે, તું હૈયામાં એને સમાવી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|