હરેક ખોવાયેલાને પૂછશો પ્રશ્ન, તમે ક્યાં હતા, તમે હતા ક્યાં
મળશે એક જ જવાબ, હતો ભલે હું અહીં, હતો તો હું બીજે ક્યાંય
રહે છે સદા પ્રવાસ એનો ચાલુ, રહી અહીં હોય છે બીજે ક્યાંય
મન થકી, વિચારો થકી, ભાવો થકી, રહે છે કરતો પ્રવાસ એ સદાય
પ્રશ્નો રહેશે પુછાતા, મળશે જવાબ, હતો હું ધૂનમાં, હતો હું ત્યાં
ભૂલવા કઠોર વાસ્તવિક્તા જીવનમાં, જઈએ સ્વપ્નમા તો ત્યાં
કદી અહીં, કદી ક્યાં, કહી નથી શક્તા હઈશું અમે એમાં તો ક્યાં
બનીને, રહીને અસ્થિર જીવનમાં, શોધતા રહીએ સ્થિરતા તો જ્યાં
ભરી ભરી અસ્થિર પગલાં જીવનમાં, બનતાં રહ્યાં અસ્થિર જીવનમાં ત્યાં
સ્થિરતાની તલાશમાંને તલાશમાં, ન જાણે પહોંચશું એમાં તો ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)