Hymn No. 7932 | Date: 29-Mar-1999
કોઈ મારા હૈયાંની વ્યથા જાણે નહીં, કોઈને તો એ કહેવાય નહીં
kōī mārā haiyāṁnī vyathā jāṇē nahīṁ, kōīnē tō ē kahēvāya nahīṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-03-29
1999-03-29
1999-03-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17919
કોઈ મારા હૈયાંની વ્યથા જાણે નહીં, કોઈને તો એ કહેવાય નહીં
કોઈ મારા હૈયાંની વ્યથા જાણે નહીં, કોઈને તો એ કહેવાય નહીં
સહનશીલતા ચડી કસોટીએ, તૂટું તૂટું કરતા એ જળવાઈ રહી
યાદોની પાસે રહ્યાં ખેંચતા હૈયાંને, હૈયાંની સ્થિરતા ડામાડોળ બની રહી
પ્રવેશવું હતું હૈયાંની મૃદુ મોકળાશમાં, મોકળાશ એવી તો મળી નહીં
હૈયાંની કોમળતાને ઘા વાગ્યા આકરા, લાગ્યું જીવનમાં એ જીરવાશે નહીં
પ્રેમનો થયો સંચાર હૈયાંમાં, હૈયાંમાં કોમળ કળી એમાં ખીલાવી ગઈ
બદલાઈ નયનોની દૃષ્ટિ તો એમાં, જગને એ તો સમજાઈ નહીં
શોધે દૃષ્ટિ જીવનમાં તો જેને જીવનમાં એ દૃષ્ટિ દૃષ્ટિમાં આવે નહીં
એકરાર કરવો પ્રેમનો તો કોને, દૃષ્ટિમાં સામે જ્યાં એ તો આવે નહીં
એ હસતું મુખડું, પ્રેમ નીતરતી આંખો દેખાય નહીં, હૈયાંને ચેન મળે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī mārā haiyāṁnī vyathā jāṇē nahīṁ, kōīnē tō ē kahēvāya nahīṁ
sahanaśīlatā caḍī kasōṭīē, tūṭuṁ tūṭuṁ karatā ē jalavāī rahī
yādōnī pāsē rahyāṁ khēṁcatā haiyāṁnē, haiyāṁnī sthiratā ḍāmāḍōla banī rahī
pravēśavuṁ hatuṁ haiyāṁnī mr̥du mōkalāśamāṁ, mōkalāśa ēvī tō malī nahīṁ
haiyāṁnī kōmalatānē ghā vāgyā ākarā, lāgyuṁ jīvanamāṁ ē jīravāśē nahīṁ
prēmanō thayō saṁcāra haiyāṁmāṁ, haiyāṁmāṁ kōmala kalī ēmāṁ khīlāvī gaī
badalāī nayanōnī dr̥ṣṭi tō ēmāṁ, jaganē ē tō samajāī nahīṁ
śōdhē dr̥ṣṭi jīvanamāṁ tō jēnē jīvanamāṁ ē dr̥ṣṭi dr̥ṣṭimāṁ āvē nahīṁ
ēkarāra karavō prēmanō tō kōnē, dr̥ṣṭimāṁ sāmē jyāṁ ē tō āvē nahīṁ
ē hasatuṁ mukhaḍuṁ, prēma nītaratī āṁkhō dēkhāya nahīṁ, haiyāṁnē cēna malē nahīṁ
|