વાદળ પૂછતું નથી, ક્યાં વરસું હું જગમાં
વરસે એ ખૂબ હેતથી, હૈયું ભરાયે જળમાં
નદી-સરોવર પૂછતાં નથી, કોઈ જાત કે પાત
પ્રેમથી પ્યાસ બુઝાવતાં, જે-જે આવે એની પાસ
સંત હૈયું તડપી ઊઠે, ન રાખે કોઈ ભેદભાવ
આશ સૌની એ પૂરતા, કરે સરખો સૌનો સત્કાર
ચંદ્ર તેજ પૂનમનું વરસાવતો, હૈયે હેત ધરી અપાર
તેજ એનું ઝીલી શકે, જે ન રાખે આળસ લગાર
પ્રભુકૃપા સદા વરસતી રહે, ઝીલવા રહેજો તૈયાર
ભેદભાવ એ રાખતો નથી, હૈયું છે એનું ઉદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)