Hymn No. 7933 | Date: 30-Mar-1999
|
|
Text Size |
 |
 |
પળવારમાં અહીં, પળવારમાં ક્યાંને ક્યાં, કરવા વાત તને પ્રભુ, ક્યાં ક્યાં મારે ફરવું સમજ્યાં જ્યાં તો જરા, લાગે ત્યાં, તને સમજ્યા નથી ત્યારે મારે શું સમજવું મળવું છે તને ક્યાં મળું, શોધતા પતો તારો મળતો નથી, ત્યારે મારે શું કરવું પીગળે ભક્તિમાં હૈયું થોડું, કઠોર પાછું એ તો બની જાતું, ત્યારે મારે શું કરવું કરવા છે જીવનમાં તારા પ્રેમના તો પાન, તારા અનુરાગી મારે કેમ બનવું આવે ના ધ્યાનમાં જ્યાં મૂર્તિ તારી, પ્રભુ ધ્યાન મારે ત્યારે તો કોનું ધરવું રહ્યો દૂર તુજથી, જાણવા છતાં, એ દૂરી દૂર ના કરી શક્યો, ત્યારે મારે શું કરવું મળીશ તને ક્યારે ને ક્યાં, પૂછવું ક્યાંથી મળી નથી શક્યો, ત્યારે મારે શું કરવું સોંપવું છે દિલ મારું તને, કહે મારે તને ક્યાં મળવું, લઈ લઈ દિલ ક્યાં ક્યાં ફરવું રહેશે તું તો એવો ને એવો, છું હું એવોને એવો, ક્યાં મળવું, મળવા ક્યાં ક્યા ફરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|