જીવનને એ તો હલાવી જાય, જીવનને એ તો હલાવી જાય
રહ્યું ના કે રાખ્યું ના મનને સ્થિર, જીવનને એ તો હલાવી જાય
રહ્યાં ના ભાવો કાબૂમાં જેના જીવનમાં, જીવનને એ તો હલાવી જાય
રાખી ના વૃત્તિઓને સ્થિર જીવનમાં, જીવનને એ તો હલાવી જાય
રાખી ના ઇચ્છાઓને કાબૂમાં તો જ્યાં, જીવનને એ તો હલાવી જાય
રાખ્યા ના વિચારોને કાબૂમાં તો જ્યાં , જીવનને એ તો હલાવી જાય
રાખ્યો ના ક્રોધને કાબૂમાં જીવનમાં જ્યાં, જીવનને એ તો હલાવી જાય
રાખી ના ઇર્ષ્યાને કાબૂમાં જીવનમાં જ્યાં, જીવનને એ તો હલાવી જાય
રાખ્યું ના આચરણને કાબૂમાં જીવનમાં જ્યાં, જીવનને એ તો હલાવી જાય
રાખી ના વાણીને કાબૂમાં જીવનમાં જ્યાં, જીવનને એ તો હલાવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)