દૂર દૂરથી કોઈ મને સાદ, દેતું ને દેતું સંભળાય
મન મારું તો એમાં, બહાવરું ને બહાવરું બનતુ ને બનતું જાય
નજર ભૂલ્યું દૃષ્ટિ એની, જીભ સ્વાદ એના તો ભૂલતું જાય
દે કદી એ સલાહ મને, કદી ઠપકા ને ઠપકા દેતું જાય
દિલ ચાહે મળવા તો એને, ખૂબ ઊછળતું ને ઊછળતું જાય
પગ શોધે દિશા તો એની, ઉત્સુકતાથી પ્હોંચવા તૈયાર થાય
વૃત્તિઓ ભૂલી સ્વભાવ એની, એમાં ભળવાને એ તૈયાર થાય
વિચારો ગયા ભૂલી ગતી એની, ત્યાં પ્હોંચવાને તૈયાર થાય
દુર્ગૂણો નિરાશ બનીને ત્યાંથી, ભાગતા ને ભાગતા જાય
ભૂલ્યો રોજિંદા વ્યવહાર તો ભાવે, એમાં એ ભળવા તૈયાર થાય
હૈયું નાચતું ગયું એમાં ઉમંગથી, આનંદની છોળો ઊછળતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)