છોડી જાશે, છોડી જાશે, સમય પાકતા જગ સહુ છોડી જાશે
માઠા દિવસો આવશે જીવનમાં, સાથ તારો સહુ છોડી જાશે
વગર વાંકે રહેશે કરતો અપમાન સહુના, સહુ તને છોડી જાશે
ટકરાશે સ્વાર્થ જ્યારે સહુના, જીવનમાં ત્યારે તને છોડી જાશે
તારા પાપની બાજી જીવનમાં ખુલ્લી પડશે, તને સહુ છોડી જાશે
અહંને અભિમાન તારા મૂકશે માઝા જ્યારે, ત્યારે તને સહુ છોડી જાશે
ઢોલ વગાડી પોકારશે દુર્ગૂણો તારા જીવનમાં તને સહુ છોડી જાશે
ખોટી જીદમાં પહોંચાડશે નુકસાન અન્યને, સહુ તને ત્યારે છોડી જાશે
આડુંઅવળું જોયા વિના, કરશે હિંસા જ્યારે, ત્યારે તને સહુ છોડી જાશે
સ્વાર્થમાં અંધ બની કાપીશ ગળા જ્યાં સહુના, ત્યારે તને સહુ છોડી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)