રડવું દુઃખ પાસે જઈને કોની, દુઃખને સમજનારું જીવનમાં મળતું નથી
કરીએ શરૂ કહેવા, કરે વાત શરૂ એની, હૈયાંનું દુઃખ હૈયાંમાં રહ્યાં વિના રહ્યું નથી
ના સમજનારા મળે જીવનમાં ઝાઝા, દુઃખ હૈયાંનું એમાં ઓછું થાતું નથી
નથી કોઈના બે શબ્દોમાં તાકાત એવી, દુઃખ હળવું તો એ કરી શકતું નથી
છવાયું હૈયાં પર દુઃખનું વાદળ કાળું, પ્રકાશ જીવનનો ઝીલી શક્તું નથી
પ્રેમ પીયાસું દિલને, પૂરી રાખ્યું દિલે, મુક્ત એમાંથી એ થઈ શક્તું નથી
કહી દિલાસાના બે શબ્દો મીઠા, જાશે સરકી, પાછા એ ફરકવાના નથી
મળશે મીઠા ભોજનમાં ભાગ પાડનાંરા, દુઃખમાં ભાગ પડાવનારા મળતા નથી
વીતેલા કર્મોની તો યાદ, હૈયાંમાં તો દુઃખ અપાવ્યા વિના રહેતું નથી
દુઃખો મારા સ્પર્શે છે હૈયાંને મારા, પ્રભુ દુઃખ મારા કેમ તને સ્પર્શી શક્તા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)