હરેક ભોવો તો છે પ્રભુ તારા થકી, હરેક ભાવોથી શોભો છો તમે
કોમળતા ધારણ કરો જ્યારે તમે, ચરમ સીમાએ પહોંચાડો કોમળતાને તમે
કરૂણા વહાવો જ્યારે તો તમે, જગને પીગળાવી દો એમાં તો તમે
રૌદ્રભાવ ધારણ કરો જ્યાં તમે, જગને ધ્રુજાવી દો એમાં તો તમે
સરળતા પ્રગટાવો હૈયેથી જ્યાં તમે, સ્પર્શી લ્યો જગના હૈયાંને તમે
કપટકળા ધારણ કરો તો જ્યાં તમે, આપી દયો નવી સીમા એને તો તમે
હરેક ભાવો ધારણ કરો જ્યાં તમે, જગને માપી લ્યો એમાં તો તમે
કૃપાના ઝરણાં વહાવો જ્યાં તમે, કૃપાને પણ કૃપામાં નવરાવો તમે
શંકાના ભાવો ધારણ કરો જ્યાં તમે, જગનું અંગેઅંગ ધ્રુજાવી દો એમાં તમે
સહજતાના ભાવો ધારણ કરો જ્યાં તમે, ચડાવી દયો બુદ્ધિને ચક્રાવે તમે
રહેજો પ્રેમભાવ ધરી અપાર સદા તમે, લાગો અમારા ત્યારે અમને તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)