ધૂમ ધડા ધૂમ ધૂમ, ધૂમ ધડા ધૂમ ધૂમ પડયા, નોબત ભાગ્યના એમાં અમે અટવાઈ ગયા
તૂમ તડા તૂમ તૂમ, તૂમ તડા તૂમ તૂમ પડયા, તમાચા તૈયારી કર્યા વિનાના એમાં રહ્યાં
થડ થડા થડ થડ, થડ થડા થડ થડ તમાચા ભાગ્યના પડયા, ના જીવનમાં તોયે અમે સુધર્યા
સડ સડા સડ સડ, સડ સડા સડ સડ, ભાગ્યના ઘા આકરા પડયા, સુકાન જીવનના ના બદલ્યા
પડા પડ પડ, પડા પડ પડ માર તો પડતા ગયા, સુખચેન જીવનના એમાં હરાઈ ગયા
રડા રડ રડ, રડા રડ રડ હૈયાં એમાં તો રડી ઊઠયાં, જીવનને ના તો યે સમજ્યા
ભડા ભડ ભડ, ભડા ભડા ભડ ભાગ્યના, મારમાં તો જીવન એમાં તો તૂટતા ગયા
બડા બડ બડ, બડા બડ બડ ખાતા ખાતા માર ભાગ્યનો, બડબડાટ કરતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)