થાતું નથી ધાર્યું જગમાં તો કોઈનું, વસવસો સહુના દિલમાં એનો છે
રહેવું છે જગમાં તો સહુની સાથે, ધાર્યું તોયે પોતાનું તો કરવું છે
કહેવામાં ને કરવામાં, પડતા ગયા જ્યાં અંતર, દુઃખી એમાં તો થાતા રહ્યાં છે
જગ પ્રેમથી એને તો નિહાળે, પ્રેમની દરકાર તોયે જગમાં ના કરી છે
કરવું છે હેતપ્રીતનું ધામ હૈયાંને, હૈયાંને ના એના વિના રાખવું છે
કરવી છે નક્કી મંઝિલ જીવનની, ના સફર એના વિના રાખવી છે
કૃપાની ચાહના ભરી છે તો સહુના હૈયે, વરસશે ક્યારે, રાહ જોવાની છે
વિતાવે છે જીવન સહુ મંઝિલ વિના, પહોંચ્યાં જ્યાં, મંઝિલ એને ગણે છે
સોંપે છે સુકાન જીવનનું અયોગ્ય હાથમાં, તકદીર તોયે એને ગણે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)