માન્યું હતું એવું તો એ ના હતું, ના માન્યું હતું એવું તો એ હતું
એ તો એમાં સમજ સમજમાં ફેર છે, એ તો એમાં સમજ સમજમાં ફેર છે
ભાસઆભાસમાં તો છે જેવું અંતર, એવું અંતર એમાં તો હતું
વેરી પણ મિત્ર બન્યા જ્યાં જીવનમાં, મિત્ર પણ જીવનમાં વેરી બન્યા
ઠગાયા અનેકવાર અનેક તો જીવનમાં, બુદ્ધિમાં ના કોઈ તો કમી હતી
સમજવાનું ના સમજ્યાં જીવનમાં, ના સમજવાનું સમજ્યા ઘણું જીવનમાં
બદલતા રહ્યાં છે જીવનમાં તો સહુ અભિપ્રાયો જીવનમાં તો સદા
પ્રેમ ઝીલ્યો સહુએ તો જીવનમાં, પણ પ્રેમમાં ભાવ બદલાતા રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)