એકથી એક રહ્યાં છે મળતા, ચડિયાતા ને ચડિયાતા તો જગમાં
રહી શક્તા નથી કાયમ ચડિયાતા તો કદી કોઈ તો જગમાં
પ્રેમથી રહ્યાં છે વાપરતા સદા, હવા પાણી તો આ જગમાં
નથી માન્યો ઉપકાર માનવે પ્રભુનો એનો કદી તો જીવનમાં
મળતાને મળતા રહ્યાં છે, એક પછી એક વિચારોના શિખરો જગમાં
કળાના શિખરો તો સર કરનારા, રહ્યાં છે મળતા ને મળતા જીવનમાં
ગુણોને ગુણોના શિખરો સર કરનારા, રહ્યાં છે મળતા જીવનમાં
એકથી એક ચડિયાતા વ્યાખ્યાનકાર, પ્રવચનકાર રહ્યાં છે મળતા જગમાં
એકથી એક રહ્યાં છે સુંદર તો મળતાને મળતાં તો આ જીવનમાં
સહુથી તો ઉત્તમ રહ્યાં છે સદા તો પ્રભુ, સદા તો આ સંસારમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)