કોઈ ને કોઈ કારણથી આવે છે સહુ કોઈ દબાણ નીચે, દે છે શક્તિ છે રૂંધી
થાય છે શરૂ બાળપણથી, આ ના કરતો, તે ના કરતો, બાળપણ દે છે એમાં મૂંઝવી
વીતે બાળપણ આવા દબાણ નીચે, રહે અંતરશક્તિ તો એમાં દબાતીને દબાતી
શિક્ષણ ક્ષેત્રે કરે પ્રવેશ એ તો જ્યાં, બાળપણ દે છે આવું એ વિતાવી
મોકળાપણું પાંગર્યું ના જીવનમાં, શૈશવ દીધું આમ તો જ્યાં ગુમાવી
નિશાળમાં થાય એનું તો પુનરાવર્તન, આમ કરો તેમ કરો, દબાણ જાય ના અટકી
આવા દબાણ નીચે જીવન વીતે, આવી ચડે જીવનમાં ત્યાં તો જવાની
અનેક તાણો તો તાણતી રહે, માનવી મુક્ત મને માણી ના શકે જવાની
પસાર થઈને આમાંથી, માંડે તો જ્યાં સંસાર, તાણે ત્યાં એને જવાબદારી
વીતતોને વીતતો જાય કાળ આમ જગમાં, દે બુઢાપો આવી, કમરમાંથી દે વાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)