Hymn No. 7987 | Date: 01-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-01
1999-05-01
1999-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17974
ખડક પરથી વ્હેતું ઝરણું, ઢોળાણમાં તો એ ધસતું ને ધસતું જાય
ખડક પરથી વ્હેતું ઝરણું, ઢોળાણમાં તો એ ધસતું ને ધસતું જાય સાગરને મળવાની તમન્ના, મારગમાંથી તો એ રસ્તા કાઢતું ને કાઢતું જાય આવે અડચણ જે મારગમાં તો એના, મારગ એમાં એ બદલતું જાય મળવાની ધૂન જાગી જ્યાં એના હૈયે, આગળને આગળ એમાં એ વધતું જાય લાંબો કે ટૂંકો, કરે ના વિચાર મારગનો, સાદ સાગરનો જ્યાં સંભળાતો જાય થાક લેવાનું ના નામ લે, એની ગતિની લયની મસ્તીમાં મસ્ત વ્હેતું જાય સૂરજના તાપ કે કાળઝાળ અંધારા રોકી ના શકે એને, રોકાય ના જરાય આવે તેને લે એ સાથમાં, અટકે એમાં તો જે, એને એ તો ભૂલતું જાય અવિરત પ્રેમ એના હૈયાંમાં, ખળખળ ખળખળ કરતું એતો વ્હેતું જાય ભળ્યું જ્યાં જઈને એ તો સાગરમાં, અસ્તિત્ત્વ પોતાનું એમાં એ મિટાવી જાય બુંદે બુંદે બની ગયું જ્યાં એ સાગર, ઊર્મિઓના મોજામાં એ ઊછળતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khadaka parathi vhetum jaranum, dholanamam to e dhasatum ne dhasatum jaay
sagarane malavani tamanna, maragamanthi to e rasta kadhatum ne kadhatum jaay
aave adachana je maragamam to ena, maarg ema e badalatum jaay
malavani dhuna jaagi jya ena haiye, agalane aagal ema e vadhatum jaay
lambo ke tunko, kare na vichaar maragano, saad sagarano jya sambhalato jaay
thaak levanum na naam le, eni gatini layani mastimam masta vhetum jaay
suraj na taap ke kalajala andhara roki na shake ene, rokaya na jaraya
aave tene le e sathamam, atake ema to je, ene e to bhulatum jaay
avirata prem ena haiyammam, khalakhala khalakhala kartu eto vhetum jaay
bhalyum jya jaine e to sagaramam, astittva potanum ema e mitavi jaay
bunde bunde bani gayu jya e sagara, urmiona mojamam e uchhalatum jaay
|