સમજવા ટાણે તો સમજાયું નહીં, નેવે પાણી ચડયા હૈયું સમજવા બેઠું
પડતા ગયા હાથ જીવનમાં તો હેઠા, રસ્તા ત્યારે તો એ બદલવા બેઠું
ચડી ચડીને અહંની લતો, જીવનમાં તો ના કરવાનું બધું એ કરી બેઠું
હૈયાંની નાજુકતા ના એ સંભાળી શક્યું, મોડું મોડું પણ એ સમજવા બેઠું
માર્યા બુદ્ધિએ તો ધક્કા ખોટા, જીવનમાં ભોવોની રમત રમવા એ બેઠું
સમય વીતતા ગયું ઘણું સરકી, માથે હાથ દઈ રડવા તો એ બેઠું
સમજાવવા છતાં જ્યાં ના એ સમજ્યું, ખોટી જીદ લઈને એ બેઠું
લીધો ના સાથ જ્યાં એણે બુદ્ધિનો, ખોટા રસ્તા લઈને તો એ બેઠું
સમજણ વિનાના જંગ ખેડયા, ખોટા હથિયારો ત્યજીને તો એ બેઠું
છોડયા ના ખોટા વિચારો જીવનમાં, હૈયાંમાં તો એ તોફાન ઊભું કરી બેઠું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)