Hymn No. 7995 | Date: 04-May-1999
|
|
Text Size |
 |
 |
1999-05-04
1999-05-04
1999-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17982
સત્ય શું છે, સત્ય શેમાં છે મન તો મૂંઝાય છે જ્યાં એ સમજાતું નથી
સત્ય શું છે, સત્ય શેમાં છે મન તો મૂંઝાય છે જ્યાં એ સમજાતું નથી દેખાય છે શું એ બધું સત્ય છે, નથી દેખાતું શું સત્ય એમાં છુપાયું છે દેખાતું કરતા આંખ, બંધ દેખાતું બંધ થાય છે, સત્ય ત્યારે ક્યાં જાય છે સાંભળીયે છીએ શું એ બધું સત્ય છે, નથી સંભળાયું શું સત્ય એમાં છુપાયું છે હરેક હૈયાંમાં રહે છે સત્ય વસી, હૈયું પડે છે જ્યારે બંધ ત્યારે એ ક્યાં જાય છે હતું જે છે જે અને રહેશે જગમાં જે સદાય, જગમાં સત્ય એ તો કહેવાય છે તનડું ના હતું આજે તો છે ના કાલે એ રહેવાનું છે ના એ સત્ય કહેવાય છે દુઃખ ના હતું આજે ભલે એ છે ના કાલે એ રહેશે, ના એ સત્ય કહેવાય છે જે સત્ય બદલાતું નથી, એ સનાતન કહેવાય છે, એજ સત્ય પ્રભુ કહેવાય છે પ્રભુ બદલાતા નથી, પહેલા હતા, આજે પણ છે, કાલે પણ રહેશે, એ સત્ય કહેવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
satya shu chhe, satya shemam che mann to munjhaya che jya e samajatum nathi
dekhaay che shu e badhu satya chhe, nathi dekhatu shu satya ema chhupayum che
dekhatu karta ankha, bandh dekhatu bandh thaay chhe, satya tyare kya jaay che
sambhaliye chhie shu e badhu satya chhe, nathi sambhalayum shu satya ema chhupayum che
hareka haiyammam rahe che satya vasi, haiyu paade che jyare bandh tyare e kya jaay che
hatu je che je ane raheshe jag maa je sadaya, jag maa satya e to kahevaya che
tanadum na hatu aaje to che na kale e rahevanum che na e satya kahevaya che
dukh na hatu aaje bhale e che na kale e raheshe, na e satya kahevaya che
je satya badalatum nathi, e sanatana kahevaya chhe, ej satya prabhu kahevaya che
prabhu badalata nathi, pahela hata, aaje pan chhe, kale pan raheshe, e satya kahevaya che
|