આંખ સામે દિલના ટુકડા થાતા તો જોઈને તો થયું
ધરતીકંપની વચ્ચે રહી ઊભો, જાણે તબાહીને નીરખી રહ્યું
નવસર્જનની કરવી પડશે પ્રક્રિયા, દિલે તૈયાર થાવું તો રહ્યું
વિસર્જનનો વિષાદ, સુમંગળ નવસર્જનમાં એને વિસરવું રહ્યું
ઘડાયેલા ઘાટની પ્રીતમાંથી દિલને તો મુક્ત કરવું રહ્યું
નવસર્જનના મંત્રનું તો એ, અમર પાસું તો બની ગયું
પ્રેમના બંધન તોડી, નવા પ્રેમના બંધનમાં એ બંધાતું રહ્યું
સર્જનમાંથી વિસર્જન, વિસર્જનમાંથી નવસર્જન તો થાતું રહ્યું
સૃષ્ટિના આ સનાતન ક્રમને, દિલે તો દિલથી સ્વીકારવું રહ્યું
નાખ્યા જે દિલે અવરોધ આ ક્રમમાં, એ દિલ તો ભાંગી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)