આવ્યા જે જગમાં, જગ છોડીને જાશે, કોઈ જાશે વહેલા, કોઈ જાશે મોડા
રંગાયેલાં હશે જીવન કર્મોના રંગોથી સહુનાં, કોઈના ઘેરા, કોઈના આછા
વાગશે ઘા સહુને જીવનમાં સંસારના, હશે કોઈ ઘા ઊંડા, કોઈ ઘા છીછરા
કોઈ ને કોઈથી પ્રીતના તાંતણા બંધાશે, હશે કોઈ મજબૂત મુશ્કેલ બને તોડવા
કાર્યો ને કાર્યો થાતાં રહેશે, કોઈ થાશે પૂરાં, કોઈ રહી જાશે તો અધૂરાં
પકડે સહુ કોઈ જીદ જીવનમાં, હશે કોઈ જીદમાં સ્વાર્થ, હશે કોઈમાં ક્રોધના તાંતણા મોટા
મળશે સમાધાન જીવનમાં કંઈક પ્રશ્નોના, રહી જાશે કંઈક તો સમાધાન વિનાના
રહેશે સંગ્રામ ચાલતો સહુનાં હૈયામાં, ભલે મળે કંઈકમાં જીત, કંઈકમાં હારનાં નગારાં
આવ્યા અપૂર્ણતાથી ભરપૂર, છે હૈયે કોડ તો સહુનાં પૂર્ણ થવાના
રહ્યા છે સહુ આ પૂર્ણતાની દોટમાં, કંઈક નિષ્ફળ જવાના, કોઈ પૂર્ણ થવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)