આવ્યા જે જગમાં તો જ્યાં ફરી ફરી, પડશે ઘૂંટવા જીવનના એકડા ફરી ફરી
વિસ્મૃતિના સાગરમાં હશે સ્મૃતિઓ બધી ડૂબી, પડશે કરવી તાજી એને ફરી ફરી
કરવી નથી ભૂલો જીવનમાં ફરી ફરી, રહી છે થાતી જીવનમાં તોય ફરી ફરી
પડશે પ્રીતના તાંતણા બાંધવા ફરી ફરી, પડશે રાખવા તાજા એને ફરી ફરી
બંધાયા જગમાં બંધનોમાં જ્યાં ફરી ફરી, પડશે તોડવાં બંધનો તો ફરી ફરી
પડશે અનુભવવા સુખદુઃખના તડકાછાંયડા જીવનમાં તો ફરી ફરી
પડશે કરવી હરેક કોશિશો તો ફરી ફરી, પડશે મેળવવી જીત એમાં ફરી ફરી
આવી બાંધ્યા સંબંધો તો ઘડી ઘડી, તૂટયા જગમાં તો જ્યાં એ ફરી ફરી
તૂટતી રહી ઉમ્મિદો તો ઘડી ઘડી, પડશે કરવી તાજી એને તો ફરી ફરી
થઈ સંકલ્પિત પડશે કરવાં કર્મો, આવવું નથી જગમાં હવે તો ફરી ફરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)